કોણ જાણે ક્યારે તેડું આવશે,
આતમો આમ ક્યાં લગી પંપાળશે;
આકળા થઇ વેડફો ના જિંદગી,
માંહ્યલો છે સાથે યાદ રાખીને કરજો બંદગી;
જીવન કેરી નૈયાને તારી એ જ તારશે,
કોણ જાણે ક્યારે તેડું આવશે.
મંદિર-મસ્જિદને વળી ચર્ચમાં જાવાનું તો ઠીક,
કરમ કરતી વેળાએ રાખજો ઉપરવાળાની બીક;
આખરી વેળાએ સત્કર્મો જ સંભાળશે,
કોણ જાણે ક્યારે તેડું આવશે.
મળતું રહેશે ક્યારેક થોડાં-ઘણું તો દુ:ખ,
ક્યાં લગી ગોતતો ફરીશ હંમેશાં સુખ;
સાધુ સાચો તો એનું નિવારણ ગોતશે,
કોણ જાણે ક્યારે તેડું આવશે.
- પંકજ ગોસ્વામી 'કલ્પ'