આજે મારા પિતાજીની ૨૮ મી પુણ્યતિથી છે.. એમની યાદમાં એમની એક રચના "બંસરીનો નાદ સૂના દે" કરાંચીથી પ્રસિદ્ધ થતું ગુજરાતી મેગેઝીન 'અમનચમન' ના દીવાળી (૧૯૪૬) અંકમાં પ્રસિદ્ધ થઈ હતી.
મારા પિતાજીએ ૧૯૪૬ માં લખેલી કવિતા અને AI દ્વારા રિવ્યૂ..
"બંસરીનો નાદ સૂના દે"
બંસરીનો નાદ સૂના દે
કાના ! તારી બંસરીને નાદ સૂના દે.
જામ્યો પ્રચંડ જંગ હિંદની એ ભોમમાં,
સાચો તું રાહ બતા દે,
કાના ! તારી બંસરીનો નાદ સૂના દે.
ભૂખે ભટકે તારાં ભોળાં એ ભોલકાં,
ભાવિનું ભાન ભૂલા દે.
કાના ! તારી બંસરીનો નાદ સૂના દે.
પીડિતને ટાળવા ને પાપીને મારવા,
મીઠો તું સૂર જગા દે .
કાના ! તારી બંસરીનો નાદ સૂના દે.
યુદ્ધો શમાવવાને શાંતિ ફેલાવવા,
ધીમો તું સૂર ફૂંકી દે;
કાનાં ! તારી બંસરીનો નાદ સૂના દે.
હિંદની આઝાદીને શાશ્વત બનાવવા,
અમૃત શો નાદ જગા દે;
કાના ! તારી બંસરીનો નાદ સૂના દે.
બંસરી છે નાદ સુના દે,
કાન્હા ! તારી બંસરીનો નાદ સૂના દે.
-બિહારી દવે (બાંકે )*
સંવત ૨૦૦૩
By AI Review
This Gujarati poem, "Bansarino Naad Suna De" by Bihari Dave (Baanke), is a heartfelt plea to Lord Krishna (Kana) to play his flute (bansari) and bring about positive change. The poem's core message can be summarized as:
A call for guidance and peace:The poet implores Krishna to show the right path amidst conflict ("prachand jang Hindni e bhemma") and bring peace by calming disputes ("yuddho shamavavane shanti felavava").
A plea for justice and relief from suffering:Krishna is asked to play a sweet tune to alleviate the pain of the oppressed ("piditne talva") and vanquish the wicked ("papine marva").
A wish for enlightenment and a brighter future:The poem expresses a desire for Krishna's flute to awaken a sense of future and guide those who are lost ("bhaveenu bhan bhulade").
A prayer for eternal independence:The ultimate wish is for Krishna's divine music to ensure the eternal freedom of India ("Hindni aazadine shashwat banavava").