સફર હમસફરની સાથે કરી આવ્યો છું,
રૂપિયા થોડા કરકસરથી વાપરી આવ્યો છું,
ફરવા નવી જાગ્યાએ જવાના અભરખા બેઉને,
પણ ટિકિટ લોકલની લઈને આવ્યો છું,
હોટલ રહેવાની 5 સ્ટાર જેવી જોઈએ,
એમાં રૂમ નોન- એસી બુક કરી આવ્યો છું,
જઈશું બન્ને એકલા ફરવા બધી જગ્યાએ,
એમાં બધાને સાથે આવવાનું આમંત્રણ આપી આવ્યો છું,
સપના તો રિટર્ન આવવાના એસી કોચમાં બેસીને ,
એમાં ટિકિટ જનરલની કોચની લઈને આવ્યો છે
---- અમિત વડગામા
(હાસ્ય કવિતા)