Gujarati Quote in Blog by Gautam Patel

Blog quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

ઘૂષણખોરી

જાન્યુઆરી, ૨૦૦૬માં ડૉ. મનમોહનસિંહની સરકારના
ગૃહપ્રધાન આસામની મુલાકાત લઇ રહ્યા હતા. પ્રવાસ
દરમ્યાન તેઓ ભારત-બાંગલાદેશ સરહદ પાસેના જિલ્લામાં ગયા અને ત્યાં બે દેશો વચ્ચેની સરહદરેખા જોતાં આશ્ચર્ય પામ્યા. કેમ કે સીમાડો દેખાતો ન
હતો. દર બસ્સો-અઢીસો મીટરના અંતરે કોંક્રિટના માઇલસ્ટોન જેવાં નિશાનો ખરાં, પણ તારની વાડનું નામોનિશાન નહિ.
ગૃહમંત્રીના આશ્ચર્યમાં વધારો ત્યારે થયો કે જ્યારે તેમણે
સમગ્ર આસામને મળતી બાંગલાદેશની ૨૬૩ કિલોમીટર
લાંબી સરહદે પરિસ્થિતિ આવી જ હતી. આ જબરદસ્ત ફાકું તત્કાળ પૂરી દેવું જરૂરી હોવા છતાં કેન્દ્ર સરકારે તજવીજ હાથ ધરવામાં અખાડા કર્યા.
૧૯૭૧ના યુદ્ધમાં બાંગલાદેશનો જન્મ થયો ત્યારથી
એ દેશ ભારત માટે જોખમ બન્યો છે. વર્ષોવર્ષ હજારો
બાંગલાદેશીઓ ભારતમાં ઘૂસણખોરી કરતા રહ્યા છે.
આસામનો તો વસ્તીવિષય ઢાંચો જ
તેમણે કેન્દ્રની બિનસાંપ્રદાયિક કહેવાતી સરકારોની કૃપાદૃષ્ટિ હેઠળ બદલી નાખ્યો છે. અગાઉ પણ સારો એવો બદલાયો તે હકીકત છે. ભવિષ્ય વળી ઓર ચિંતાજનક છે.
બાંગલાદેશ સાથે આપણી સરહદ ૪,૦૯૬ કિલોમીટર
લાંબી છે, માટે બાંગલાદેશને સ્પર્શમાં બીજાં રાજ્યોમાં પણ
ગેરકાયદેસર પસાર થાય છે. આસામનો ‘માત્ર’ ૨૬૩
કિલોમીટરનો સીમાડો બાંગલાદેશ સાથે છે, તો મિઝોરમનો
૩૧૮ કિલોમીટરનો, મેઘાલયનો ૪૪૩ કિલોમીટરનો,
ત્રિપુરાનો ૮૫૬ કિલોમીટરનો અને પશ્ચિમ બંગાળનો તો
૨,૨૧૭ કિલોમીટરનો છે. આ રાજ્યોમાં પણ ઘૂસપેઠ થતી રહે
છે, પછી ભલે ત્યાં સ્થિતિ આસામ જેટલી ગંભીર નથી.
આસામના તો ૨૬ પૈકી ૧૧ જિલ્લાઓમાં મુસ્લિમોની
બહુમતી છે. જિલ્લાવાર ટકાવારી જોવા બેસો તો દક્ષિણ
સલમારા જિલ્લામાં ૯૫%, ધુબરીમાં ૮૦%, ગોલપાડા
જિલ્લામાં ૫૭.૫%, બોંગાઇગાઁવમાં ૫૦%, બારપેટામાં
૭૦.૭% મોરીગાઁવ જિલ્લામાં ૫૨.૫% તથા નાગાઁવમાં
૫૫% આબાદી મુસ્લિમોની છે. આસામની ૨૯% પ્રજા
બંગાળીભાષી છે, જે બતાવે છે કે તેમાંનો મોટો વર્ગ
બાંગલાદેશી હોવો જોઇએ.
બાંગલાદેશ-ભારત સીમાડાને અડતાં જિલ્લાઓમાં
હિન્દુઓ સામે મુસ્લિમોની આબાદી ઝડપભેર વધતી જાય
છે. બાંગલાદેશીઓ રોજીરોટી મેળવવા આવા જિલ્લાઓમાં
પ્રવેશે છે અને પછી ત્યાં જ વસી જાય છે. કોઇક રીતે રેશન
કાર્ડ મેળવે છે, મતદારોની યાદીમાં પોતાનું નામ દર્જ કરાવે
છે અને ભારતીય બને છે, પરંતુ ખુદ બાંગલાદેશી હોવાનું
ભૂલતા નથી. પાકિસ્તાને આવા ‘નિરાશ્રિતો'ને ધર્મના
નામે તેની આતંકવાદી પ્રવૃત્તિનાં મહોરાં બનાવ્યા છે. દરેક
મહોરાની બાજી તેની આતંકી ગુપ્તચર સંસ્થા ખેલે છે, જેણે
તેના નેટવર્કની જાળ ત્યાં બિછાવી રાખી છે, બાંગલાદેશમાં
ISIના ઘણા એજન્ટો ત્યાં કાર્યરત્ છે અને ભારતમાં ઘૂસી
આવતા બાંગલાદેશી મુસ્લિમોનાં ધાડાં ભેગા આતંકવાદીઓને ભારતમાં ઘૂસાડે છે.
૨૦૦૩ની સાલમાં મુંબઇમાં થયેલા ભયંકર
બોમ્બ વિસ્ફોટો મોઇન ખાન નામના બાંગલાદેશીના દિમાગની
ઉપજ હતા. વિસ્ફોટમાં વપરાયેલો બારુદ પણ બાંગલાદેશથી
વાયા આસામ લાવવામાં આવ્યો હતો.
આસામ પોતે આજે બારુદના ઢેર પર બેઠેલું રાજ્ય છે.
આ રાજ્યને બાકીના ભારત સાથે જોડતી એકમાત્ર ૨૦-૨૨
કિલોમીટર પહોળી ‘કોરિડોર’ને દુશ્મનો કાપી નાખે તો આપણે
૭૮,૪૩૮ ચોરસ કિલોમીટરનું તે રાજ્ય ગુમાવી દઇએ..

https://www.facebook.com/share/p/1Bf2uTDHDc/

Gujarati Blog by Gautam Patel : 111978133
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now