સાયલેન્ટ વેલ્થ
મારી દોસ્ત ને કોઈ કામ થી ચેન્નાઇ જવાનું થયું હતું
એણે ઉભા ઉભા COACH નું પર્સ ખરીદ્યું...
ચેન્નાઇ પહોંચીને એ ઉબર કે ઓટો ની રાહ જોતી હતી
અને ત્યાં (ચેન્નાઇ માં) એણે એક સામાન્ય છોકરીને બસ-સ્ટોપ ઉપર બસ ની રાહ જોતા ઉભેલી જોઈ.
બસ ની રાહ જોતી એ છોકરીએ સિમ્પલ એવી ઓર્ડિનરી સાડી પહેરી હતી..
એકાદ ફૂલ ની વેણી માથામાં ગજરા ની જેમ લટકાવેલી હતી..
એ જ છોકરી મારી દોસ્ત ને સાંજ ની કોન્ફ્રન્સ માં કોઈ હોટેલ ની લોબી માં મળી
અને ખબર પડી કે એ છોકરી કોઈ બહુ મોટી બેન્ક ની ચેરમેન હતી..
બીજે દિવસે મારી દોસ્ત અને એનો કલીગ જે ચેન્નાઇ ની જ બ્રાન્ચ માં કામ કરતો હતો..
એ બન્ને કોઈ રેસ્ટૉરન્ટ માં મળ્યા..
ત્યાં એણે આશ્ચર્ય સાથે આગલા દિવસે મળેલી એ છોકરી ની વાત કરી
કે
આટલી મોટી ચેરમેન અને આટલી સાદગી ??
એના કલીગે સામેના ટેબલ પાર બેઠેલા 2 બહુ મોટા બિઝનેસમેન બતાવ્યા
દેખાવે સામાન્ય લાગતા એ બન્ને બિઝનેસમેન આવી સામાન્ય રેસ્ટૉરન્ટ માં જમતા હતા..
ત્યાર પછી,
મારી દોસ્ત નો કલીગ મારી દોસ્ત ને એની બાઈક ઉપર એ એરિયા માં લઇ ગયો જ્યાં એણે દરેક ઘર ની સામે એવી મોટી મોટી બ્રાન્ડ ની અલગ અલગ ગાડીઓ બતાવી
અને કહ્યું
" ચેન્નાઇ માં જાણે પ્રથા ના હોય એમ,..
રિયલ વેલ્ધી લોકો હંમેશા સાયલેન્ટ હોય છે... "
BOTTOM LINE IS -
સાયલેન્ટ વેલ્ધી લોકો ક્યારેય જણાવતા નથી કે તેઓએ Mercedes ખરીદી,
એમના વેલ્થ ની આપણને ત્યારે ખબર પડે જયારે એ લોકો શાંતિથી Mercedes ના logo વાળી ચાવી ટેબલ ઉપર મૂકે..
🙏🙏🙏