Gujarati Quote in Thought by ADRIL

Thought quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

Legally Illegal


[1]
એક પણ રૂપિયો ટેક્સ ભર્યા વગર 13 કરોડ ના 3 ફ્લેટ ખરીદાય છે
કોણ ખરીદે છે એ ?
શાહરુખ ખાન ની દીકરી - સુહાના ખાન
કેવી રીતે ખરીદાયા એ ફ્લેટ જેથી ટેક્સ ફ્રી થઇ ગયા ?
એની આવક ને એગ્રિકલચર ઇન્કમ બતાવી ને ...

મને સવાલ એ થાય છે કે -
ખરેખર સુહાના ખાન ની ઇન્કમ એગ્રિકલચર થી પેદા થયેલી છે ?


[2]
K L Rahul ના લગ્ન વખતે એને 55 કરોડ ની ગિફ્ટ મળે છે
અને અહીંયા પણ ... લગ્ન ની ગિફ્ટ તો ટેક્સ-ફ્રી જ હોય ..
એક પણ રૂપિયા નો ટેક્સ ભર્યા વગર 55 કરોડ ખિસ્સામાં

મને સવાલ એ થાય છે કે -
દરેક વખતે લગ્ન માં દહેજ જ લેવાતું હોય છે ? કે પછી ટેક્સ-ફ્રી કરવા માટે દહેજ ના રૂપે મોટી મોટી રકમ ગિફ્ટ ના નામે અપાતી હોય છે

[3]
આથી એ મોટું
BCCI 25000 કરોડ ની આસપાસ ની રકમ ના રાઇટ્સ લે છે
અને એ પણ ટેક્સ-ફ્રી થઇ જાય છે
કારણ કે - BCCI is officially classified as a charitable entity under the Tamil Nadu Societies Registration Act, 1975

મને સવાલ થાય છે કે
ક્રિકેટ પ્રમોટ કરવું ક્યાં એંગલ થી ચેરીટેબલ ગણાય ?

લગભગ 145 કરોડ ની આબાદી માંથી આશરે 67 કરોડ લોકો ટેક્સ ભરે છે
મતલબ આ લોકો ટેક્સ ભરવાનો 65% ભાર ઉપાડી ને બેઠા છે
જે એવા લોકો છે જેની પાસે બૉલીવુડ ની કે IPL ની ઇનકમ પણ નથી...

BOTTOM LINE
કરિયર ગમે તે સિલેક્ટ કરો, બાળપણથી જ ફાઇનાન્સિયલ જાણકારી તમારા બાળકો ને આપતા જજો..
ટેક્સ ની ચોરી કરવાના ઈરાદાથી નહિ, પરંતુ,..
લીગલી ઇલ-લીગલ થતી નાણાંકીય બાબતો થી તમારા સંતાન છેતરાય નહિ એ ઈરાદાથી..

🙏🙏🙏

Gujarati Thought by ADRIL : 111975274
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now