શું કહું અને શું લખું મારા દેશ વિશે જ્યાં ઘણા બધા લડવૈયા અને ઘણા બધા સૈનિકોએ પોતાના પ્રાણ ગુમાવ્યા ત્યારે દેશ આઝાદ થયો.
પણ શું આપણને સાચે આઝાદી મળી છે કે નહિ એ ખબર નહિ.
કહેવાનો લોકશાહી દેશ જ્યાં જનતાના મતના આધારે સરકાર નેતૃત્વ સંભાળે અને જનતાના હિત માટે કાર્યરત રહે.
દેશના નેતા અને રાષ્ટ્રના નેતા મળીને નવી નવી જાહેરાતો કરે એના માટે રકમ ફાળવે પણ શું એ કામ બરાબર થાય છે એ કોઈ જોવા નહિ જતું પાછું જ્યારે જ્યારે ચુંટણી આવશે મોટા મોટા વાયદાઓથી સભામાં માનવ મહેરામણ એકઠું કરશે.
કોઈપણ ગામની ગલી કે બે શહેરને જોડતા રોડ વિશે વાત કરું તો જેવો રોડ બને કે કાયમ થોડા સમયમાં યાદ આવે અહી હજુ આ કામ બાકી છે બીજું કામ બાકી છે એમ કરી પાછા રોડ ખોદવાનું ચાલુ કરી દે અથવા જ્યારે મોટા શહેરો વચ્ચે પુલ બનાવશે ત્યારે તો રસ્તાની વાત જ શું કરવી જ્યાં સુધી પુલ તૈયાર ન થાય ત્યાં સુધી તો જનતા ત્રાહિમામ પોકારી જાય.
હવે બીજી વાત કરું તો સરકાર અવનવી યોજના મુજબ વ્હાલી દીકરી યોજના કે કુંવરબાઈનું મામેરું અથવા વિધવા પેન્શન આવી કેટકેટલી યોજના મુજબ સહાય જાહેર કરે પણ શું એ જેમને ખાસ જરૂર છે એમને મળે છે એ તો કોઈ જોશે નહિ અને જાણશે પણ નહિ.
હવે હજુ એક બીજી વાત કરું તો જે સરકાર બને એમાં અગણિત નેતા પાસે અભ્યાસની કોઈ ડિગ્રી નથી છતાં એ મોટા મોટા પદ પર બિરાજમાન છે અને ઘણા ઘણા મોટા મોટા કામોનું આયોજન અને નોકરીની જાહેરાતો કરે છે પણ શું સાચે એમને ખબર છે કે નોકરી માટે અને ભણવા પાછળ કેટલો સમય અને પૈસા ખર્ચાય છે અને એ ડિગ્રી મેળવવામાં કેટલી મહેનત જોવે છે એમને તો બસ જાહેરાત કરી અને પરીક્ષા લેવી.જો આ પરીક્ષા એમને આપવાની હોય તો શું થાય? જણાવજો બધાં.
આજ મે તો અમુક મનમાં આવે એ મુદ્દા વિશે વાત કરી આજના ખાસ દિવસ નિમિત્તે તમને મારું લખાણ ન પસંદ આવે એ વ્યાજબી છે પણ મને મારા મનના વિચારો લખવામાં કે કોઈ સાથે આ વિશે ચર્ચા કરવામાં જરા પણ વિચાર નહિ થાય.
તમને એમ થતું હશે કે બધું કહેવું સહેલું છે કરવું અઘરું છે પણ હું પણ માનું છું કે જેટલી ઝડપથી બોલીએ એ ઝડપથી કામ ન થાય અને ઝડપી કામમાં હેમશા કઈક કચાશ રહી જાય એ પણ જાણું છું છતાં હું એટલુજ કહીશ કે જાહેરાત મુજબ કામ થાય છે કે નહિ એ ફકત કાગળ દ્વારા નહિ પણ ક્યારેક રૂબરૂ મુલાકાત અને જાહેર જનતાનો અભિપ્રાય લઈને જાણીએ તો સત્ય ખબર પડે .....
કોઈને ખરાબ લાગ્યું હોય તો 🙏