વાસલડી ના સૂરે નાચે
વાસલડી ના સૂરે નાચે,
રાધા ગૌરી, રાધા પ્યારી, રાધા રાણી,
તબલા ના તાલે નાચે,
રાધા ગૌરી, રાધા પ્યારી, રાધા રાણી,
જમુના ને કાંઠે થયો મહારાસ,
શ્યામ બને છે રાધા, તો રાધા બની શ્યામ,
યુગલ સ્વરૂપે જામ્યો છે મહારાસ,
ઝાંઝર ના ઝમકારે નાચે,
રાધા ગૌરી, રાધા પ્યારી, રાધા રાણી.
પૂર્ણ ચંદ્ર એ પાથરયો પ્રકાશ,
ચૌતરફ ઘુમે ગોપી, ઘુમે છે શ્યામ,
પ્રીત કરી મોહન સંગાથે અપ્રીતમ,
ચૂડી ના ચમકારે નાચે,
રાધા ગૌરી, રાધા પ્યારી, રાધા રાણી.
આજ છોડી સર્વ મોહ-માયા,
મન મળ્યું રસિક પ્રીતમ મોહનમાં,
નાચવાને થનગનવા લાગ્યું દલડું મારૂ,
વાસલડી ના સૂરે નાચે,
રાધા ગૌરી, રાધા પ્યારી, રાધા રાણી.
માધવી આશરા