ku Quotes in Hindi, Gujarati, Marathi and English | Matrubharti

ku Quotes, often spoken by influential individuals or derived from literature, can spark motivation and encourage people to take action. Whether it's facing challenges or overcoming obstacles, reading or hearing a powerful ku quote can lift spirits and rekindle determination. ku Quotes distill complex ideas or experiences into short, memorable phrases. They carry timeless wisdom that often helps people navigate life situations, offering clarity and insight in just a few words.

ku bites

જિંદગીનો જે લય છે એના ‘મય’ જે થઈ જાય છે એને જ સમય સાથ આપે છે.
-કૃષ્ણકાંત ઉનડકટ
#chintan_quote #KU #krishnkantunadkat
#chintannipale
#gujaratiquotes #JU
©Jyoti Unadkat
 

આપણી લાઇફ મોબાઇલ ડ્રિવન થઈ ગઈ છે. મોબાઇલ આપણા હાથમાં નથી હોતો, પણ આપણે મોબાઇલના કબજામાં હોઈએ છીએ! આપણે જેને અંકુશમાં નથી રાખી શકતા એ આપણને અંકુશમાં લઈ લેતા હોય છે!
-કૃષ્ણકાંત ઉનડકટ
#chintan_quote #KU #krishnkantunadkat
#chintannipale
#gujaratiquotes #JU
©Jyoti Unadkat
 

જે ખુલ્લી આંખે સફળતાનું સપનું જુએ છે એની આંખોમાં જ ચમક વર્તાય છે. સફળતાનું સપનું સાકાર કરવાની પહેલી શરત સજ્જતા છે. સજ્જતાથી જ ક્ષમતા કેળવાય છે. 
-કૃષ્ણકાંત ઉનડકટ
#chintan_quote #KU #krishnkantunadkat
#chintannipale
#gujaratiquotes #JU
©Jyoti Unadkat
 

ખુશી કોઈ ડિગ્રીથી મળતી નથી. આનંદનો અભ્યાસક્રમ હોતો નથી, એની તો અનુભૂતિ હોય, એનો તો અહેસાસ હોય, એના માટે જિંદગી જીવતા આવડવું જોઈએ!
-કૃષ્ણકાંત ઉનડકટ
#chintan_quote #KU #krishnkantunadkat
#chintannipale
#gujaratiquotes #JU
©Jyoti Unadkat
 

ઓવર થિંકિંગ પણ ઘણી વખત આત્મઘાતી નીવડે છે. જે બાબત ઉપર જેટલી જરૂર હોય એટલો જ વિચાર કરો અને એટલા જ ઉદાસ થાવ પછી પાછા પોતાના રિઅલ મૂડમાં આવી જાવ, તો જ જિંદગી જીવવાની મજા આવશે.
 -કૃષ્ણકાંત ઉનડકટ
#chintan_quote #KU #krishnkantunadkat
#chintannipale
#gujaratiquotes #JU
©Jyoti Unadkat
 

એક માણસની જિંદગીને પણ જો તમે સલુકાઈથી સ્પર્શી શકો તો તમે સર્જક છો. કોઈના જીવનમાં જિંદગી રોપવી એ કંઈ નાનીસૂની કળા નથી. 
-કૃષ્ણકાંત ઉનડકટ
#chintan_quote #KU #krishnkantunadkat
#chintannipale
#gujaratiquotes #JU
©Jyoti Unadkat
 

News Watch. My daily column in Divya Bhaskar dated 16 November 2020, Monday. #ku #newswatch
Wishing you very happy new year 💐

સંવેદના સાઇબર થાય ત્યારે સાંનિધ્યનું ડિજિટલાઇઝેશન થઈ જાય છે! વ્યાખ્યાઓ જ્યારે વર્ચ્યુલ થઈ જાય ત્યારે વ્યક્તિત્વ વામણું બની જતું હોય છે. 
-કૃષ્ણકાંત ઉનડકટ
#chintan_quote #KU #krishnkantunadkat
#chintannipale
#gujaratiquotes #JU
©Jyoti Unadkat
 

જિંદગીને વહેવા દેવાનો અર્થ એ છે કે કોઈ પણ પરિસ્થિતિથી વિચલિત ન થવું. ગમે એવા સંજોગોમાં ધ્યેય ન ભૂલવું. નક્કી હોય એ વાતને વળગી રહેવું.
-કૃષ્ણકાંત ઉનડકટ
#chintan_quote #KU #krishnkantunadkat
#chintannipale
#gujaratiquotes #JU
©Jyoti Unadkat