જીદંગી આજે અમિતા ઘર માં એકલી હતી.ઘર ના બધા જ લોકો બહાર ગયા હતા,અમિતા ને પણ જવાનું હતું પરંતુ તેની તબિયત સારી ના હોવાના લીધે તે ઘરે જ રોકાય ગઈ.થોડી વાર પછી થોડું સારું લાગતા તે બેડ પરથી ઉઠી અને ચા બનાવવા માટે રસોડા માં ગઈ,ચા નો કપ લઇ બાલ્કની માં આવી બેઠી,રસ્તે આવતા જતાં લોકો ને જોતી હતી,ત્યાંજ તેને અચાનક એક દૃશ્ય જોયું અને પોતે પોતાના જુના સંસ્મરણો માં ખોવાય ગઈ.જ્યારે પહેલી વખત અલય તેને જોવા આવ્યો હતો કેટલો હેન્ડસમ લાગતો હતો એ! અલય તેના માતા પિતા અને બેન ની સાથે તેને જોવા આવ્યો હતો,થોડી ઘણી વાતો કરી અમિતા ના માતા પિતા એ અમિતા ને બોલાવી અમિતા ગભરુ હરણી ની માફક ચા નો કપ લઇ અલય ની સામે આવી બંને એક બીજા ને જોતા જ રહી ગયા,અલય ની બહેને અલય ને કોણી મારી ત્યારે બંને નો ધ્યાન ભંગ થયો,થોડી વાર પછી તે બંને ને જુદા રૂમ માં વાતચીત કરવા માટે બેસાડ્યા.બંને થોડીવાર તો કઈ બોલ્યા જ નહીં અંતે અલયે જ વાત શરૂ કરી,તેણે અમિતા ને પૂછ્યું કે તેને ફરવાનો શોખ છે?અમિતા એ ફક્ત હકાર માં માથું હલાવ્યું,અલયે તેને કહ્યું કે તેને કંઈ પૂછવું હોઈ તો તે પણ પૂછી શકે છે, પણ અમિતા કંઈ જ ન બોલી,અંતે બંને રૂમ માંથી બહાર આવ્યા,અલય ની બહેને તો અલય ને ત્યાંજ ઇશારા થઈ પુછી લીધું કે તેને છોકરી કેવી લાગી?પણ અલય ત્યારે કઇ ના બોલ્યો.આ જોઈ અમિતા ને લાગ્યું કે પોતે કઇ નથી બોલી આથી અલય કદાચ તેને ના પસંદ કરે.અલય અને તેના ઘર ના લોકો ના ગયા પછી અમિતા ના માતા પિતા એ અમિતા ને પૂછ્યું કે તેને છોકરો કેવો લાગ્યો?અમિતા એટલું જ બોલી કે તેમનો જવાબ આવા દો પછી તે તેના વિચાર જણાવશે,ભલે કહી તેના માતા પિતા ત્યાંથી ચાલ્યા ગયા, બે દિવસ પછી અલય ના ઘરે થી હા માં જવાબ આવ્યો અને અમિતા એ પણ હા પાડી એટલે તેઓની સગાઇ કરવાનું નક્કી થયું,નક્કી કરેલા દિવસે અલય તેના માતાપિતા,બેન અને થોડા સંબધી ઓ ની સાથે અમિતા ના ઘરે ગયા,અમિતા ના માતાપિતા એ તેમનું ખૂબ સુંદર રીતે સ્વાગત કર્યું,શુભ ચોઘડિયા જોઈ ગોરબાપા એ અમિતા ને લઈ આવવા કહ્યું,જેવી અમિતા રૂમ ની બહાર આવી સૌ કોઇ તેને જોતા જ રહી ગયા અમિતા એ પીચ કલર ના ગોલ્ડન પટી વાળા ચણિયાચોળી પહેર્યા હતા,ખુબ જ સુંદર લાગતી હતી અમિતા,અલય તો એકીનજરે ફક્ત અમિતા ને જોતો જ રહી ગયો,તે વિચારવા લાગ્યો કે જોવા ગયો ત્યારે ગભરુ હરની જેવી લાગતી છોકરી આજે પરી જેવી સુંદર લાગી રહી છે. બધાંની હાજરીમાં અલયે અમિતા ને રિંગ પહેરાવી પ્રપોઝ કર્યું,અમિતા તો શરમાય જ ગઇ☺.સગાઇ ની વિધિ પુરી કરી સૌ જમવા બેઠાં,જમી લીધા પછી બધા એ આઈસ્ક્રીમ ની મજા માણી ત્યારબાદ અમિતા ની વિદાય કરવામાં આવી, અમિતા ખુબ રડી,અલય ના માતાપિતા એ અમિતા ના માતાપિતા ને હૈયાધારણા આપી કે તમે ચિંતા ના કરશો,અમિતા ને અમે સંભાળી લઇશું,
આજથી અમિતા ની જવાબદારી અમારી,અમિતા ના માતાપિતા એ બે હાથ જોડી સૌ સગાસંબધી ને વિદાય કર્યા,આજે તેમનું ઘર ખાલી થઈ ગયું હતું પણ એ વાતની ખુશી પણ હતી કે અમિતા ને અલય જેવો સારો છોકરો અને ખાનદાન ઘર મળ્યું હતું. અલય,અમિતા અને અલય ની બહેન એક કાર માં હતા,અને બાકી ના બધા બીજા વાહન માં હતાં. કાર જેમ જેમ આગળ વધતી હતી તેમ તેમ અમિતા નું હૃદય જોર જોરથી ધડકતું હતું ,એક અજીબ ડર તેના મન માં હતો કે અજાણ્યા લોકો અને અજાણી જગ્યા માં તે કેવી રીતે રહેશે