એના જ નામનો વહી રહ્યો શ્વાસોશ્વાસ રૂંધાયા કરે છે
તો પણ મારું મન માં એ એક જ નામ ઘૂંટાયા કરે છે
ભેગી કરેલી અનમોલ યાદો એ નામથી જ લૂંટાયા કરે છે
તો પણ શું ખબર દર વખતે એનું જ નામ ચૂંટાયા કરે છે
મગજમાંથી કાઢું એ બધું આજે તો પણ કંઈક ખૂટયા કરે છે
તો પણ આ નાદાન દિલ એ એક જ નામ માટે કુટ્યા કરે છે
બસ એક જ છે મારુ સપનું જે રોજે રોજ તૂટ્યા કરે છે
તો પણ એ જ સપનું પૂરું કરવા હઠીલું મન જુટ્યા કરે છે
----દીપેશ પરમાર (અજ્ઞાની)