" અરે ...આને જ તો દિવાળી કહેવાય..મમ્મી પપ્પા ઘર શણગારે . બાળકોને કુટુંબ આનંદ કરે . આંગણે રંગોળી રોશની થી ઝળહળતું ઘર..ફટાકડા ને આનંદની કીલકારી નો અવાજ. .. યાર ખુબ મજજા પડે.. "ના ..ના એમ કાંઈ હોય.. દિવાળી એટલે ઘરે જવા મળે અને જતા વેત એક સવાલ પાછું કયારે જવાનુ?.. પપ્પા પૈસામાં અને મમ્મી ઘરકામ મા વ્યસ્ત . એક દિવસ કુટુંબ ના નામે રેસ્ટોરન્ટ મા જમવાનું.અને પછી ઘરમા ટીવી સામે દિવસો ગાળી રજા પુરી થાય એ જ દિવાળી.." એક ઘરમા રહી ને એક હોસ્ટેલમાં રહેતા બે ભાઇબંધ ની વાત.