કવિતા દિવસના માનમાં એક નાનકડો પ્રયાસ
રજુ કરું શું હું મારુ અલ્પમતિ નું જ્ઞાન,
નથી કીધું મેં શાસ્ત્રોનું પયપાન,
શું કરું હું કાવ્યનું ગાન...
નથી ખેલ તો હું શબ્દોના તીર-કમાન,
મારે મન સર્વ લખાણ એક સમાન,
શું કરું હું કાવ્યનું ગાન...
નથી જાણતો હું સ્ત્રોત કે વ્યાખ્યાન
કેમ કરી કરૂ પાઠ ને આખ્યાન..
શું કરું હું કાવ્ય નું ગાન
છું નહીં ગુઢ રહસ્ય કેરી ખાણ...
ક્યાંથી ચલાવું પછી વાકબાણ..
શું કરું હું કાવ્ય નું ગાન
J@y....