.એક આશક તો જોઈએ............
એક આશક તો જોઈએ
આ જિંદગી જીવવા માટે
જેમ શ્વાસ વગર આ જિંદગી છે અધૂરી
બસ એજ રીતે પ્રિય વ્યક્તિ વિના પણ સાવ ફિક્કી છે
જેવી રીતે શરીરને ચાલતું રાખવા લોહી નું ભ્રમણ જરૂરી છે
બસ એ જ રીતે જિંદગીને હસીન બનાવવા એક સનમ તો જોઈએ...
અન્નને પાણી વગર આપણે જેમ થઈ જઈએ બેબાકળા
તેમ આપણી કળાઓ ને ઓળખનાર એક પ્રેમાળ કલાકાર તો જોઈએ
ને તેથી જ આ જિંદગી ને મીઠી મધુરી બનાવવા એક મલકાતો માણીગર તો જોઈએ જ..!!
દર્પણ પણ ક્યારેક આપે પ્રતિબિંબ વાંકુચુંકુ
પણ જો ત્યારે મળી જાય એવો જબરદસ્ત જાનેમન તો ના જરૂર રહે એવા બનાવટી દર્પણ ની...
જિંદગી નામની આ નશીલી મહેફિલ ને માણવા
એક મસ્ત મજાનો ચલમ સમાન જાનમ તો જોઈએ
એક એક ઉલજનો માં પણ સુલજનો લાવે તેવો
એક ઉત્તમ વિચારક તો જોઈએ.....
મહોબ્બત ની ગઝલો લખવા
એક સોહામણો શાયર તો જોઈએ
નશીલા કામણ ને કવિતા રૂપી શબ્દો માં કંડારવા
એક કમસીન હસીન કવિ તો જોઈએ જ..
જેને બેઇન્તેહા પ્રેમ કરી શકીએ
એવો એક પ્રિયતમ તો જોઈએ
વિના સંકોચે દરેક વાત કરી શકીએ
એવો એક વાલમ તો જોઈએ
જિંદગીમાં પ્રેમ રૂપી અગન બુજાવી શકે
એવો એક બલમ તો જોઈએ જ... ...!!
બસ આશિકી માટે એક આશક તો જોઈએ જ....!!!!!
-Hina modha