કાન્હા તારી મોરલી તું હવે ત્યાગી દે
હવે તું મોટો થયો સુદર્શન સંભાળી લે
કાન્હા તારૂ પ્રિય માખણ હવે તું છોડી દે
હવે તું મોટો થયો તું છપ્પન ભોગ ગમાડી લે
કાન્હા તારી રાધા ને તું હવે ભૂલી દે
હવે તું મોટો થયો આઠ પટરાણી સંભાળી લે
કાન્હા તારું પ્રિય ગામ ગોકુળીયું છોડી દે
હવે તારો સમય થયો હવે મથુરા જાતો રે
કાન્હા તારા નટખટપણું તું હવે સુધારી દે
હવે તું મોટો થયો શ્રીકૃષ્ણ નામ ધારી લે
--------દીપેશ પરમાર----------