Gujarati Quote in Shayri by Afsana

Shayri quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

ફરી એ જ રસ્તે જવાનું થયું!
પછી જે થયું, ના થવાનું થયું!

જરા જીવ આવ્યો જો તકલીફમાં;
જમાનાને જોણું મજાનું થયું!

મળ્યા દોસ્તો પીઠ પાછળ અને;
ઘણું તારા-મારાથી છાનું થયું!

દિલાસાથી દિલને મનાવી લીધું;
જે મારું થયું એ બધાનું થયું!

ઘણાં ધમપછાડા તમે આદર્યા;
ને અંતે તો ધાર્યુ ખુદાનું થયું!

બધી યે પળોજણથી છૂટવું હતું;
ખરે ટાંકણે મોત બ્હાનું થયું!

સફર સાવ ટૂંકી હતી આપણી!
હજુ આવયાં ત્યાં જવાનું થયું!

Gujarati Shayri by Afsana : 8010
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now