સ્મિત એક છૂપું દયાદાન છે,
સંબંધો તો હવે સમાધાન છે.
નથી છોડતું ઝંખના કોઈની,
સમજતું નથી દિલ તો નાદાન છે.
કલમ, શબ્દ, કાગળ ને સંવેદના,
મને તો એ કુદરત નું વરદાન છે.
કહો પથ્થરોને કે પૂજા કરે.
હવે માનવી પોતે ભગવાન છે.
તને મારું એકાંત ઝંખે સદા,
હજી એને તારા જ અરમાન છે.