તુ ઘનઘોર ધેરાયેલા પહેલાં વાદળ માંથી પડતી પહેલી બુંદ જેવો , અને હું ... હું ઉનાળાના તાપમાં ધગધગતી ધરા જેવી. એમાંથી જન્મે એ પહેલા વરસાદથી માટીની ભીની સોડમ. અને એજ આપણું મિલન. જેની શકયતા કાયમ ન હોય એતો ૠતુ નો પહેલો વરસાદ જ લાવે. પછી એ ભીની સુગંધ અને તરસ્યા પછી ફરી પાણીની પહેલી બુંદની માટે રફડતી રાહ .એજ આપણું મિલન. ફરી આખું વર્ષ સૂર્યની જ્વાળા થી સુકાઈને બંજર થયેલી જમીન જેવી હું , અને એ બંજર ધરતી પર અચાનક જ વરસી પડતા અનરાધાર વરસાદ જેવો તું બસ એજ આપણુંમિલન