આજ તમને ગયા ને પુરો એક મહીનો થયો.. પણ હજુ વિશ્ર્વાસ નથી કે હવે ક્યારેય પણ તમારો સ્પર્શ અનુભવી નહીં શકાય.. હું આવિશ અને તમે બસ સ્ટોપ પર મારી રાહ જોઈ ને ઉભા હશો. બસ ઉભી રહે ને દરવાજો ખુલતાં મને જોઈ ને તમારી આખો મા આવીજતી ચમક કયારેય નહીં જોઈ શકું. આજ જેટલો વરસાદ આકાશ માંથી વરસે છે એટલો જ મારી અંદર પણ. પહેલાં હું ફોન માં મીસ યુ કહેતી અને બીજા જ દિવસે તમે મળવા આવતા. આજ છેલ્લા એક મહિના માં વારંવાર બોલું છુ..મીસ યુ પપ્પા પણ તમારો કોઈ જ જવાબ આવતો નથી. ખરેખર આપણે ધણી વખત આ "મીસ યુ" શબ્દ ને