આજે પણ યાદ છે , , ,
તારા અધરોના એ શબ્દો આજે પણ યાદ છે
એ શબ્દોના નશાની આદત આજે પણ યાદ છે
એ નશામા રહેલુ ભોળપણ આજે પણ યાદ છે
એ ભોળપણની મીઠી શરારતો આજે પણ યાદ છે
એ શરારતોથી તારુ રીસાવુ આજે પણ યાદ છે
તને મનાવવાના મારા પ્રયાસો આજે પણ યાદ છે
તારા સ્વીકારના એ શબ્દો આજે પણ યાદ છે
તારા અધરોના એ શબ્દો આજે પણ યાદ છે