વ્હાલા કોઈક તો હશે જ,
જે પારકું થઈ પોતાના હોવાનો આભાસ આપશે.
જે અળગું થઈ તને અપનાવા આવશે
વ્હાલા કોઈક તો હશે જ,
જે ખાલી થઈ તને હર્યુભર્યું બનાવશે
જે કોરૂ થઈ તને ભીંજવશે
વ્હાલા કોઈક તો હશે જ,
જે સંગીત થઈ તને સુર પુરશે
જે ધુનમાં મગ્ન થઈ તારા ગીત ગાશે
વ્હાલા કોઈક તો હશે જ.
લિ. Butter Boy