એ જીવ તું કયાં કયાં જન્મારો લઈશ?
પાલક પશું થઈશ કે રખડતુ ઢોર થઈશ,
રણનું ફુલ બનીશ કે રસ્તાનો કાંટાળો થોર થઈશ,
એ જીવ તું કયાં કયાં જન્મારો લઈશ?
માણસાઈનો દિવો બનીશ કે ધગધગતો લાવા બનીશ,
લીલીવાડીનો છોડ થઈશ કે જંગલની જાળીઝાખર થઈશ
એ જીવ તું કયાં કયાં જન્મારો લઈશ?
ભવોભવનાં બંધનને છોડીને જઈશ કે બાંધીને જઈશ,
પ્રેમનું વહેણ બનીશ કે નફરતનો બાંધ બનીશ,
એ જીવ તું કયાં કયાં જન્મારો લઈશ?
લિ. Butter Boy