મૌસમ એમ મને ભલે અલબેલી આવી ,
આનંદ ની જાણે હેલી તો આવી !
હું જ પવન ને ભલે હું જ સુગંધ રહી ,
ફૂલો ની જાણે વેલી તો આવી !
ભલે ન મળું કયાંય આસપાસ માં ,
હું ખૂદ મારા માં જ નવેલી તો આવી!
ઓછપ ની ભિનાશ ભલે ઓસરી મને ,
તડકે તપી ભિતર વધેલી તો આવી !
હા ગયેલી કયાંક એકલા તો શું થયું ?
સંગાથે સાહસરુપી એક સહેલી તો આવી !
રંગો ની દુનિયા અને રંગવામાં વિવશતા !
જીવન ની રંગોળી રચેલી તો આવી !
મરણીયા થઈ શું ફરે આખો દી ?
આ જો ! આ શ્વાસોશ્વાસ ભરેલી તો આવી !
- આરતી રાઠોડ (આર્ટ)