નેત્રોની રમતમાં છળકપટ નહતું
એ તો નિસ્વાર્થ જીવ હતું
હાજરીથી ઘર ગમગીન નહતું
એ તો નિસ્વાર્થ જીવ હતું
વાતચિતે ઉછાછણુ વર્તાતું નહતું
એ તો નિસ્વાર્થ જીવ હતું
પારકું છતાં અંતરે અળગું નહતું
એ તો નિસ્વાર્થ જીવ હતું
વચન-કર્મથી ક્યારેય પોકળ નહતું
એ તો નિસ્વાર્થ જીવ હતું
વિધિનાં લેખે મન માનતું નહતું
એ તો નિસ્વાર્થ જીવ હતું
લિ. Butter Boy