વેદના છે અપરંપાર,
ક્યારે થમશે અત્યાચાર?
કલમ છે એવું હથિયાર,
જેના પર વેણ મારા સવાર,
કેવું લખું લાગે તલવાર
ઘા પડે જાણે વારંવાર
કયારે થમશે વાસનાનાં અત્યાચાર?
કડવાશ છે એમાં તલભાર,
મિઠાશ છે એમાં રતિભાર,
ખારો છે મારો સાર,
તિખો છે મારો પ્રહાર,
કયારે થમશે રાવણરાજનાં અત્યાચાર?
સવાલ કરું છું લગાતાર,
ઉતર ઇચ્છું છું ધારદાર.
કયારે થમશે અત્યાચાર?
પ્રિય. Butter Boy