તું મુજમા
કેમ ન જડે ..?
આંખો મા આંસુ ને
જો એમા તુજ રઝળે.
અડાબીડ નય વરસુ તોય તું મુજમા
ઉગેલો જડે .
સપનામાં મારી કેદ ને આંખો મા મારી બેહદ હોય.
શક્યતા મા તું ચોમેર હોય.તો તું
કેમ ન જડે...?
એક અમથી યાદ ને વાવુ તો ઉગે આખુંય ઉપવન એ ઉપવનમાંતું કેમ ન જડે ....!
ભર્યા ભર્યા જો હોઈએ તુજ થી
તો તું વિસ્તરેલો કેમ
ન જડે ..
સંવેદના ની સલ્તનત
ને વિચારોની હવેલી એ
તારા ઓતારાની આવડત મને કેમ ન હોય
આ સઘળું જડે
તો તું મુજમા કેમ ન જડે .... ?