દરેક કામ એક નવો અનુભવ આપે છે.
દરેક અનુભવથી એક નવી શિખ મલે છે.
દરેક શિખથી એક નવી સમજણ આવે છે.
દરેક સમજણથી એક નવું જ્ઞાન મલે છે.
દરેક જ્ઞાન એક નવો શિક્ષક આપે છે.
દરેક શિક્ષક એક નવો શિષ્ય આપે છે.
દરેક શિષ્ય એક નવી શાળા આપે છે.
દરેક શાળા એક નવો વિદ્વાન આપે છે.
દરેક વિદ્વાન એક નવો ઈતિહાસ રચે છે.
દરેક ઈતિહાસ એક નવું ભવિષ્ય આપે છે.
દરેક ભવિષ્ય એક નવી પ્રેરણા આપે છે.
દરેક પ્રેરણા એક નવું જીવન આપે છે.