તું અચાનક આવી ને હવે ખંખેર નહી
ખંડેર ને
હવે ત્યાં છે માત્ર જર્જરિત ભિતો .
ભેંકાર ભણકારા ને
વિરાન યાદો
એકલતાનો અવાજ
ને પડગાતા પડગા
એની
જાહોજલાલી હવે
ગોતેય ના મલે
પણ હોયજો હિમ્મત તો જરીક શાન્ત ચિતે
ચોમેર થી ધ્યાન દઈ ને સાંભળ જે
એક એક ખખડેલ પથ્થર મા
તું ધબકતો જડીય જાય તને.....!
ગીતા.