હું ને તું...
સમય ના સથવારે ને
દિલસ્પર્શી લાગણીના સહકારે
જિંદગીને જીવતા શિખી ગયા...ને હજુ બાકી નું જીવી જશુ..
તું મારુ સબળુ પાસું
ને રહે હંમેશા નજદીક એવું ચાહું
કરાર કર્યા દોસ્તીભરી પ્રીત ના જ્યારથી
ત્યાં બસ નિખાલસ પ્રેમ જ પ્રેમ થયો છે
તેથી જ લાગે જાણે જંગી જીત મળી...!!
તું રિસાય જઈશ તો હું મનાવી લઇશ...
ને તારા મનાવવાના શોખ ખાતર હું ક્યારેક રિસાય જઈશ!
ક્યારેક તું માની જજે ને મને પણ મનાવી લે જે...
બસ આવી ગયું સઘળું...
તું ને હું...
-Hina