"કંઈક અલગ"
આજે ફરીથી ઘરે જતા…
સૂર્યાસ્ત કંઈક અલગ લાગ્યો,
આજે ફરીથી ઘરે જતા…
રસ્તા પરના વાહનનો અવાજ કંઈક અલગ લાગ્યો,
આજે ફરીથી ઘરે જતા…
સાબરમતી નો ઘાટ કંઈક અલગ લાગ્યો,
આજે ફરીથી ઘરે જતા…
શાકમાર્કેટ ની બુમાબૂમનો અવાજ કંઈક અલગ લાગ્યો,
આજે ફરીથી ઘરે જતા…
મંદિરની આરતીનો નાદ કંઈક અલગ લાગ્યો,
આજે ફરીથી ઘરે જતા…
વૃક્ષોમાં બેઠેલા પક્ષીઓ નો કલબલાટ કંઈક અલગ લાગ્યો,
આજે ફરીથી ઘરે જતા…
ઘરનો પુજન વિનાનો ઉંબરો કંઈક અલગ લાગ્યો,