અદભૂત સ્વપ્ન છે તારુ એ દોસ્ત,
ક્ષણમા રડાવીને હસાવે છે તારુ એ સ્વપ્ન,
તુ અલૌકિક ને તારી વાતો પણ અલગારી છે,
કપટ,નિંદા ને સ્વાથઁ કયા આવે છે તેમાં,
બસ આઝાદ પંખીની જેમ નિદૉષ સ્નેહ જ વરસે છે તારા સ્વપ્નમાં,
તુ દરિયો ને સ્વપ્ન તો તારું આકાશથી પણ ઉંચુ છે,
શબ્દોની ક્યા જરૂર હવે તારે,
તારુ હદય એ જ તારી શબ્દસૃષ્ટિ છે,
મને પણ લઇજા ને એ..દોસ્ત તારી એ સ્વપ્નની દુનિયામાં,
ખરેખર ઇશ્વરની રચનાથી પણ સુંદર તારુ એ સ્વપ્ન છે,
હુ તો નત-મસ્તક છુ કે
જેમના થકી મળી છે "પ્રિયદોસ્ત", ધન્ય એ માતા છે જેને આપ્યો છે એને જન્મ.