કલમ
નથી થાવું મારે સૂર્યની કિરણ,
ચંદ્રની ચાંદની પણ નથી થાવું.
નથી થાવું મારે તારલાની ચમક,
વાદળની વીજળી પણ નથી થાવું.
નથી થાવું મારે ઝરણાનો ખળભળાટ,
મોરનો થનગનાટ પણ નથી થાવું.
નથી થાવું મારે કોયલનો ટહુકો,
પક્ષીઓનો કલરવ પણ નથી થાવું.
નથી થાવું મારે મંદિરનો શંખનાદ,
નાયક અને નાયિકા પણ નથી થાવું.
“મારે તો થવું કવિની કલમ “રાધા”
જે સઘળુંય મારા થી વર્ણવે”….
અશ્વિની ઠક્કર “રાધા”