_પણ, મને તો બસ તુ જ જોઈએ_
_કારણ ન પૂંછ કેમ જોઈએ_
_*બસ વગર કારણે જોઈએ છે.*_
_જિંદગી મળી છે તો_
_એ જીવવા માટે સાથ તારો જોઈએ છે_
_હાથમાં મારા હાથ દિકું *તારો* જોઈએ છે._
_ડગલું ચાલવા પણ_
_*સહારો* તારો જ જોઈએ છે._
_સપનાઓ અનેક જોયા છે_
_એ પુરા કરવા પણ_
_*સાહસ* તારો જ જોઈએ છે._
_હું એકલો કંઈજ નથી_
_તારો થોડો *સમય* જોઈએ છે._
_એટલે જ કહું છુ_
_જિંદગીભર માટે_
_*મારે હાથ તારો જ જોઈએ છે *_