બુંદ
હું એક બુંદ છું... હા હું એક બુંદ છું.
ઊંચેથી પછડાતા ઝરણામાં અભેદ,
કલકલ વહેતી નદીના વહેણમાં રહેલ.
...હા હું એક બુંદ છું
શાંત મજાના સરોવરમાં હસતી,
સાગર છીપના મોતીરૂપે વસતી.
...હા હું એક બુંદ છું
સ્વાર્થની આંધળી દોટમાં ન વેડફો મુજને,
આવનાર પેઢી તરસતી પેઢી પૂછશે તુજને.
...હા હું એક બુંદ છું
કાં વેડફી રહ્યા મુજને શાશ્વત ને
શુધ્ધ રૂપમાં જરા સિમિત છું
...હા હું એક બુંદ છુ
મૃગજળ કેમ બુજવશે તારી પ્યાસ,
કાયમ રહેશે તુજને મારી જ પ્યાસ.
હા હું એક બુદ છુ