અનેક માઈલો દૂર રહીને પણ એકબીજાના દિલ માં રેહવુ કેટલું સરસ છે ને..!
ને એમાં પણ એકબીજાથી અતૂટ એવા મૈત્રીભાવથી જોડાયેલ રહેવું કેટલું મસ્ત છે ને..!
અચાનક એક રાત્રી એ ત્યાં તારું મને યાદ કરવું ને મારુ અહીંયા તને યાદ કરવું...કેટલું આહલાદક છે ને...
દિલ થી દિલ ની વાત થઈ એ કલ્પનામાં સાંભળેલું પણ મેં તો આજે હકીકતે અનુભવ્યું.......
ને બીજા દિવસે તારી ને મારી વાત થવી..કેટલું અદભુત છે ને..!
બસ એ બે ચાર વાત માં જ જાણે વર્ષોનો સહારો મળી ગયો એવું લાગ્યું એ કેટલું અનેરું છે ને...એ કેમ છે પુછવું..ત્યાંથી ફરી જીવંત થવાયું એવું અનુભવાયુ....
બસ એ આપણી લાગણી ,ગુસ્સો ,વ્યથા..એ તું ને હું જ જાણીએ
છેલ્લે પણ દૂર રહીને...તું ને હું જ જાણતાં હોઈશું...
બસ તું ને હું જ.......
બસ આ જ છે આપણી નિખાલસ પ્રીત
ને આપડી એને જીવવાની આલાયદી રીત...!!!!
-Hina..