"Online"....
બસ તને ઓનલાઈન જોઉં છું ને જીવી જઉં છું.
ભલે આપણે સાથે નથી પણ પાસે હોય એવું ફીલ કરું છું...
"Online" માંથી "typing" એવું status આવશે એ ક્ષણની રાહ જોયા કરું છું ને જીવી જઉં છું....
તારું ઓનલાઈન હોવું એ મારા અસ્તિત્વની સાબિતી થઇ ગઇ છે. તારી આંગળીઓ પણ કી પેડ પર જતાં જતાં અટકી જતી હશે...
જાણું છું હજુ ય તું મને એટલું જ ચાહે છે. તારી લાગણીઓ સુકાઈ નથી, ફક્ત તે એને કયાંક દિલનાં ખૂણામાં સાચવીને રાખી છે. (સાચું ને?)
બસ તારા "Online" માંથી "typing"ના status ની રાહ જોતી.....
- ફક્ત તારી.