આજ મુજ મનમાં એમ થઇ રહ્યું કે બની જાઉં ફૂલ પારિજાતનું રાત આખી સુગંધ પ્રસરાવું ને નિરખ્યાં કરું મુખ ચંદ્રમાનું ન રહે જ્યાં દિવસનો થાક ને ન રહે દુનિયાની પરવાહ મસ્ત રહું બસ હું મારી જ દુનિયામાં ને ઝૂમ્યા કરું મસ્ત પવનમાં ન રહે જયાં સંબંધોનો થકવાત ને ન હોય જીવનનો બોજો એમ જ હું મસ્ત રહું.....