સંબંધ નો સરવાળો પણ ના થઈ શકે હવે..પહેલા ગુણાકારો થતાં હતા,હવે તો બાદબાકી ના બારણે ટકોરા દેવાવા લાગ્યા છે.
પુરો થયો હવે માનવતા નો જન્મ હવે તો સ્વાથૅ તણો સહવાસ સળવળશે કયાં જઈને ઊભા રહીશું સવાલ એ હવે નથી સતાવતો પણ કોણ કઈ રીતે કેમ અને કેટલો સંબંધ નિભાવશે કેટલી અને કઈ રીતની કિંમત વસુલીને એ મુઝવણ તો પ્રશ્ર્ન છે..
ક્યાંક અભિમાન ટોચે ટીંગાતુ તો લાગણીઓ ચીથરેહાલ લબડતી દેખાય છે.દયા હવે દાન ની મોહતાજ અને દાન ને દયાની જરૂરિયાત જણાય છે.માણસાઈ હવે મોંઘી બની ગઈ છે અને અપમાન નુ વેચાણ અપાર છે....