પછી ‘દિ આવશે કપરા..
જીવી લેજો તેથી સાથ-સહવાસમાં
હજી સમય છે,
રડતી આંખોને હસાવી લેજો,
રિસાયેલાને મનાવી લેજો,
ને સ્વજનોનો પુરો સ્નેહ પામી લેજો;
હજી સમય છે..પછી ‘દિ આવશે કપરા..
છે માનવીય સંબંધો મીસરી જેવા,
મહી મધ-સી મીઠાસ ભરી લેજો,
ને સંબંધોની શાન જાળવી લેજો;
હજી સમય છે, પછી ‘દિ આવશે કપરા..
સ્નેહ સિતારા થઈને સૌના નયને વસી જજો,
ને પ્રણયમાં મોઘમ મુલાકાત કરીને,
વ્હાલા જણને પ્રેમથી ચુમી લેજો;
હજી સમય છે..પછી ‘દિ આવશે કપરા..
ashkk reshmiya...