સહસ્ત્ર વિચારો કરી કરી ને પણ જ્યાં અટકી જવાય એ તું છે
અનંત સપના ઓની દુનિયા રચી ને જ્યાં આંખ ખુલે એ તું છે
જાણે પ્રેમની દુનિયામાં એક અનોખી શબ્દો પણ ખૂટી પડે એવી
પરિભાષા તું છે
સરગમના સાત સુરો પૂરા થાય ને એક તારું પ્રેમભર્યું નામરૂપી અદ્રશ્ય સંગીત સર્જાય એ તું છે
હૃદય ના અસહ્ય ધબકાર ને એ તારો સ્પર્શ થવાથી જે નવો આહલાદક ધબકાર મળે એ તું છે
તું જ હું... હું જ તું..હું ભલે તારું થોડુંક પણ તું મારુ સઘળું છે.
-Hina