❤'હું ફરીથી પ્રેમમાં પડી રહી છું'❤
આંખોની ચમક વધવા લાગી છે...
Smile ની frequency પણ.
જાત સાથેની અથડામણ ઓછી થઈ છે...
જાતને blame કરવાનું પણ.
લાગે છે હું ફરીથી પ્રેમમાં પડી રહી છું ❤
કોઈપણ જાતના guilt વગર...
શોખ માટે સમય ચોરુ છું
પોતાની જાતને pamper કરવા..
પાર્લરના bills વધારું છું
લાગે છે હું ફરીથી પ્રેમમાં પડી રહી છું❤
ફક્ત સામા પક્ષનું જ ન વિચારતા...
ખુદના ગમા-અણગમા consider કરું છું
દુઃખી કરનારા અને worth ન સમજનારાઓથી...
અંતર રાખતા શીખી રહી છું
લાગે છે હું ફરીથી પ્રેમમાં પડી રહી છું ❤
પોતે પણ ન ચાહી જાતને, ન તો શીખવ્યું મને...
મમ્મીના ફોટાને જોઇ ફરિયાદ કરી લઉં છું
પણ હું શીખવીશ મારી દીકરીને કે...
કોઈને ચાહતા પહેલા,જાતને ચાહવી જરૂરી છે.
હા......'હું ખુદ ના પ્રેમમાં પડી રહી છું'❤