મને ક્યા રંગોળી પુરતાં આવડે છે? મને તરી આંખો મા રચાતા મેઘધનુષી સ્વપ્નો ખંખેરતાઆવડે છે. મને બારસાખે તોરણ બાંધવાનું ચીંધમા નહી ફાવે, મને તારી લીલીછમ ડાળ સાથે હિંચકાની જેમ તારું નામ બાંધવાનુ ફાવે. ઉંબરા મા સાથિયોં દોરાવવા નુ કામ મારી પાસે રહેવાદે, આંગળી કંકુ મા બોળુ ને બધુ લાભશુભ થઇ જાય છે. અને હા હવે દિવો પણ તુંજ પેટાવી લે ને, ને ખુદ ને હું કેમ પેટાવુ? આપણ ને તો તહેવાર ઉજવતાન આવડે , પણ મને તો તહેવાર થઈને ઉજવાય જવા ની ટેવ છે.