મારા બાપુજી !
જીવનમાં હાર ન માની,જાત ઘસાવી સૌને ખુશી આપી
પરિસ્થિતિ ભલે આવી કપરી,તોયે જાણ ન થવા દિધી,
શબ્દો ભલે બોલે ઝેરી,નથી કોઈ એમનો વેરી,
છે એ બહુ મોટી હસ્તી,એ તમે જ છો મારા બાપુજી !
ગરીબીનો માર સહી,ધીરજને ન તોડી,
ટીપે ટીપે સમુદ્ર બનાવી,પાકી ઈમારત ચણી,
વડીલોની લાજ રાખી,મા-બહેનોની વાત માની,
વર્ધી જેણે ત્યજી,એ તમે જ છો મારા બાપુજી !
કરકસરના ખૂબ આગ્રહી,પોતે ખૂન પસીનો એક કરી,
લાડ પ્યારથી અમને ઉછેરી,કરી અમારી સૌ જીદો પૂરી,
શોખ અમારા પૂરા કરી,ખુદના સ્વપનોની બલિ આપી,
બલિદાનની એ મૂર્તિ,એ તમે જ છો મારા બાપુજી !
ભણતરની શીખ આપી,ગણતરી કરતા જેણે શીખવી,
જેના જીવનમાંથી પ્રેરણા લઈ,આજે જીંદગીને માણી,
સૈદ્ધાંતિક વિચારવાદી,શિષ્ટચાર ને સંસ્કારના ગુણી
એવી વિશિષ્ટ વ્યક્તિ,એ તમે જ છો મારા બાપુજી !
જન્મદિવસની ખૂબ ખૂબ શુભેચ્છા રાણાસાહેબને.