મૂરારી ની મોરલી થી મોરલાં નાચે.... કોયલ કાલી ઘેલી થઈ ને રાચે.....નાનાં હરણ લાડકા બની બહું મ્હાલે...ગાવલડી નાં ગળા ની ઘંટડી મધુરી બાજે.....વાદળો વંદન કરતાં સાથે ગાજે... વૃક્ષ લતા સૌ ની સાથે ખુશી સાધે...ઘેલી ગોપીઓ ઘેર વિરહ માં દાઝે...સાથે ચૂલા પર નાં રોટલા પણ દાંત કાઢે.....અને રાધા ની તો સુધબુધ આમતેમ ભાગે......આવાં મનમોહક મુરારી ગૌચારણ માટે વૃંદા તે વન માં પધારી ચૂક્યા છે....એમનાં આપ સૌ ને શુભ સવાર દોસ્તો.