તને પૂછતી નથી પણ કહી રહી છું કે મને તારાથી ચાહત છે.
તને કહીશ નહિ પણ... કરીશ ખુબજ વહાલ કારણ તું મને અનહદ પ્રિય છે.
તને જણાવીશ નહીં પરંતુ તારું દુઃખ હું ચોક્કસ તારા કહેવા પેલા જાણી જઈશ.
તને જતાવીશ નહીં..પણ તું કંઈ પણ જતાવી શકે ગુસ્સો,વ્હાલ,નફરત,પ્રેમ.
તું મને માને કે ના માને પરંતુ હું તને ચોક્કસ મનાવીશ જ્યારે તું રિસાય જઈશ.
તું કદર કર કે ના કર મારી લાગણીઓ ની..પણ તારા માટે આ ભાવના તો આજીવન રેશે મારા વહાલા...
-Hina Modha