Gujarati Quote in Shayri by Mitesh Goswami

Shayri quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

દોસ્ત! મને તુ પરખી લેજે ઊભેઊભો, 
સીધોસાદો મળવા જેવો માણસ છુ. 

જ્યારે જગ તરછોડે તમને આખેઆખા
સાથ લઈ નીકળવા જેવો માણસ છુ. 

બિણ ઊપજણની માટી માં તું
દાટી દેજે, 
ફુલ બની પાંગરવા જેવો માણસ છુ. 

આમ ફકીરી પહેરણ મેલું ટાંગ્યુ છે મેં, 
તોય મજાનો મળવા જેવો માણસ છુ઼

અંધારાની ઓથે સુખથી વળગી લે જો
મીણ બની ઓગળવા જેવો માણસ છુ. 

આખેઆખો, હાથ ભલેને સળગે, મુળથી, 
મશાલ શો, ઝળહળવા જેવો, માણસ છુ. 

કાન લઈને આવો મારીછાતી લગ તો, 
ઝીણુ શુ રણઝણવા જેવો, માણસ છુ.


- માણસ

Gujarati Shayri by Mitesh Goswami : 19026
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now