જ્યારે જ્યારે તને જોઉં તારી છબી માં
નવપલવીત થઈ જાઉં એમ જ થયા કરે
અંતર સમાં કમાડ ના જાણે આપોઆપ આગળીયા ખુલી જતા હોય ને બસ તને જ નિરખવા આતુર હોય એવું જ લાગ્યા કરે
જાણે તું દિલ ની દસ્તક પર આવી ને એક નવો જ ધબકાર રચે એવું જ થયા કરે.. ને બસ એમ જ ધબકયા કરે એવું થયા કરે
તું આવી ને જાણે એ હરેક નાની નાની મૌન થઈ બેઠેલી કુંપણ સમી લાગણી ને અચાનક ખીલતું મશ્કરી ભર્યું ગુલાબ કરી દે એવું થયા કરે..
બસ તું ને તારી વાતો તારી જ મૌન થી મશ્કરી ભરી અદા ઓ નીરખ્યા કરે મારી ચક્ષુ ઓ...બસ આવું જ થયા કરે!!
.
-Hina