વાયરો વાસંતી વાયો .
ફરફરતો ફાગણિયો આયો . મોર કૉર્યો આંબા ડાળે, ને વગડે કેસૂડો ફોર્યો. હોળી કરો અવસર આવ્યો ; રંગો ને ઉમંગો લાવ્યો . રાગ દ્વેષ ભૂલી ને સૌને મળવાનો નો એ મોકો લાવ્યો . આવો એકબીજાને સંગે આજ રમી લઈએ રંગે.થોડો લેજો ગુલાલ કેસૂડો ,એમાં થોડી લાગણી મેળવજો ઉતરે નાં એ જીવન ભર બસ એકવાર તો એવું રમજો.