લક્ષ્ય સાધવાનો ઉપાય આ હાથમાં હતો ,
છોડયા નકારાત્મક વિચારો તો સમજ વિસ્તરી ગઈ.
શિખરે પોહચવાની આં રીત સૌથી સવાઈ છે,
ભાન આવતા જ જીવનનું ગરદન સ્હેજે નમી ગઈ.
પોતાને એક વાર તડકામાં પડછાયા રૂપે જોવો ,
દેખાઈ સફળતા ની લીલી જંડી કાંટાળી કેડી ફૂલ બની ગઈ.
મેહનતનો તો આમ અહીં એવો દબદબો વધ્યો,
મારા આ પ્રવાસ ના ક્ષણો ની ઓથે ગઝલ અવતરી ગઈ.
કવિ ફાડ