Gujarati Quote in Blog by Pranav Banker

Blog quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

.... દુબઇ નાં પ્રવાસ બાદ થોડુંક ચિંતન...

‎ દુબઇ શહેર હજી 50 વર્ષ પહેલા ,એક પછાત,પ્રાચીન અને રૂઢિચુસ્ત અરબ લોકોની રાજાશાહી નું , સામાન્ય નગર હતું...જે આજે અતિ આધુનિક યુગમાં , રોકેટ ગતિ થી આગળ વધી રહ્યું છેઃ જેનો શ્રેય જાય છેઃ અહીં ના નેતા ,રાજા શેખ મોહમદ બિન રશીદ ને...જેની પાસે છેઃ દૃઢ નિર્ણયશક્તિ, સમય સીમાં સાથે કાર્ય કરવા ની આયોજન બધતા, અઢળક નાણા ની વ્યવસ્થા ..અને ખાસ તો ..જીવન માં કંઇક અલગ કરવાની ધગશ , અને ક્ષમતા સાદા પણ સ્પનશીલ આ નેતા.. ત્યાં નાં આગેવાન ની.....જેનું પરીણામ આપણે તથા આખી દુનિયા ઝીણી આંખોથી જોઈ રહ્યાં છીએ ..
‎1961 માં જ્યારે અહીં ક્રૂડ તેલ અકસ્માતે નીકળ્યું, જે અહીં ની અરબી પ્રજાએ અજ્ઞાન થી કુદરતના કોપ માની લીધું.કાળુ રગડું.પણ જ્યારે બ્રિટિશરોએ અને ભારતીયો એ આ ખનીજતેલ ની 'કાચા સોનાં'ની જાણકારી આપી.. અને આ રીતે આ ભુભાગની કાયા પલટાઈ ગઈ..અને રાજા ની પણ આ રીતે , આંખો ખુલી ગઈ...આરબો પ્રથમ ભણતર માં આગળ વધે , તે માટે જ્યારે કોઈ બાળક જન્મે ત્યારથી જ ,તે બાળક નાં શિક્ષણની જવાબદારી રાજ્ય સરકારે સ્વીકારી, તેને દેશમાં કે પરદેશમાં,જયાં ભણવું હોય ત્યાં , સંપુર્ણ ખર્ચ સરકાર તરફથી , અને ત્યારબાદ તેની રોજગારી ની જવાબદારીઓ પણ સરકાર ની,અરબો ને મોટું વિશાલ ઘર,સારૂં રાશન, શિક્ષણ, મેડિકલખર્ચો મફતમાં ને સારા માં સારી સારવાર, ત્યાં નાં નિયમ મુજબે દુબઈમાં આવેલ બહારના લોકોની સાથે ધંધામાં અરબ ને ભાગીદાર બનાવીને તેના નફા નો 20% હિસ્સો...ત્યાંનાં આરબ..નો..
‎આ શહેરોમાં 30 લાખ લોકોની સંખ્યા છેઃ જેમાં 53% ભારતીય 15 %મૂળ આરબો, 32 %પાકિસ્તાની બાંગ્લાદેશી ,અનેઅનેક દેશ નાં લોકો રહે છેઃ જેઓ દિવસ રાત આ શહેર ની કાયા કલ્પ કરી રહ્યા છે.
‎રાજા સારી રીતે જાણે છે કે , સમય પરિવર્તન શીલ છે અને સમય લાંબા સમય સુધી, એક સરખો રહેતો નથી... તેથી તેને આવક ના મૂળસ્રોત ખનીજતેલ ને બદલે ટૂરિઝમ ને પ્રમોટર કરી, વિશાલ વિમાન ઘર, મોટા મોટા મૉલ, એમ્યુઝમેન્ટસ પાર્ક, ગગનચુંબી ઇમારતો, હોટલો, મોટા ને વિશાલ રોડ, ટેક્ષીઓ, ઉદાર કાનૂન, શૂન્ય ઝુલ્મ દર ,પ્રવાસીઓ ની સાગવડો અનેક સવલતો ની યોજનાઓ, જેથી આજે દુનિયાના સૌથી વધારે પ્રવાસીઓ દુબઈમાં ઉભરાઇ રહ્યા છે..જયાં આજે ...આધુનિક નોલેજ સીટી, વિશાલ આધુનિક યુનિવર્સિટીઓ,દરેક પ્રકારની મોંઘી ને લાંબી કારો ના ઓઉટલેટ્સ, મેટ્રો ટ્રેન, મોનોરેલ, ગાર્ડનસ, ડેઝર્ટ સફારી, ઉંચા માં ઉંચો બુર્જ ખલીફા ટાવર...સોનાં ની લાંબી ને સમૃદ્ધ બજારો, ફેરી સર્વિસ..મોટાં મા મોટું બંદર , પાણીમાં તરતી ક્રુઝો...વિગેરે નું નિર્માણ થયું છે...
‎અહીં મૂકવામાં આવેલા સોના અભૂતપૂર્વ આભૂષણો, સોના ની રજાઈઓ, અને કારો દુનિયામાં મોટા પારિતોષિકો, રિકોર્ડ ...વિગેરેનો અહીં મૂકવામાં આવેલા છે.
‎આજ નું દુબઇ ખુબજ સુંદર અને
અલગ જ છે અને એ બે વર્ષ પછી સાવ અલગ જ હશે...

‎પ્રણવ બેન્કર તા.23/02/2018

Gujarati Blog by Pranav Banker : 18480870
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now